એક પત્ર ચકીબેન ને !
આજે ૨૦ માર્ચ .. સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિન તરીકે ઉજવાતો દિન. આજે થયું કે લાવ એક પત્ર લખું .. હા ચકીબેન ને. પ્રિય ચકલીબેન, 🐤 કેમ છો ? મઝામાં હશો ? આજે તમારો જ દિન છે ! કેમ ભુલાય .. આમ તો રોજ મળી એ છીએ. મને સારી રીતે ખબર છે, સવારે હું નાહીને બહાર આવું છું ત્યારે તમે એ રૂમાલ ભરાવવાના તાર પર ઝૂલતા હોવ છો. ત્યારે મને હંમેશા એમ પણ લાગે કે, આમ સવારે આપણે Good Morning કહીએ એમ તમે મને શુભકામના પાઠવતા હોય એવું જ અને હા ! નવાઈ તો ત્યારે લાગે કે, જ્યારે હું રૂમાલ તાર પર સુકવું તો તમને સહેજ બી ડર નહીં અને આમ બિન્દાસ🐥 તાર પર બેઠા હોવ.. આખો તાર ડામાડોળ પણ તમે તો જાણે નાના બાળકને રમાડતા હોઈએ એટલે જરાક હવામાં ઉછળીએ અને જે સ્મિત🙂 આપે તમારુંય એવું જ પૂરો વિશ્વાસ .. હા, એટલે ક્યારેક તમે ઊડી પણ જાઓ છો.🍃 પણ ગમે છે ત્યારે તમને નિહાળવા. તમારું રૂપ,દેખાવ, હાવ- ભાવ બધું જ .. પક્ષીઓ તો ઘણા બધા છે,જે માનવ સમાજ ની આસપાસ રહે છે પણ એમાં તમે ઘણા અલગ છો .. મતલબ તમે એક દમ પારદર્શક છો. જેવા દેખાવ છો,એવા જ તમારા ગુણ. કોઇના વિશે ખરાબ કે મન દુભાય એવું કંઈ કેવું નથી પણ એક વાર બનેલી ઘટના કહુ તો, મારે એક ...