देश से है प्यार तो ,
हर पल ये कहेना चाहिए ..
मैं रहूं या न रहूं
भारत ये रहेना चाहिए।
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

૨૬મી જાન્યુઆરી કે ૧૫ ઓગસ્ટ આવે છે.. એટલે એવું ન સમજવું કે ત્યારે જ લોકો રાષ્ટ્રપ્રેમી હોય.. આતો તહેવાર છે,એ દેશભક્તિ ને જીવંત રાખવાનો , આ તો અવસર છે એ વીરો અને મહાનુભાવોને ફરી યાદ કરવાનો , આ તો પ્રસંગ છે એ ભારત ભૂ ની ગાથા ગાવાનો ... અને ગૌરવવંતા ઇતિહાસને જાણી ગર્વ અનુભવવનો.
તમે પણ પ્રતિદિન ઘણા વ્યક્તિને જોતાં હશો જે ઉપર મુજબ દેશભક્તિ નું વહન કરતાં હશે , એમને જોઇ આનંદ થાય છે, એ ત્રિરંગ જોઇ મનોમન ઝનૂન પણ પેદા થાય એ સ્વાભાવિક છે. દર્શાવેલ વ્યક્તિ ના વિચાર અને કામને સલામ છે સાહેબ ! ભલે એની પાછળ નુ કારણ કંઇક ઓર છે. પણ જરા આ જ વ્યક્તિને જુદી રીતે વિચારીએ તો .. આપણાં દૈનિક જીવનમાં આપણે ઘણાંને મળતાં તેમજ જોતા હોઈએ જે આ જ રીતે શારિરીક અપંગ હોય છે. જે મંદિરે-મસ્જિદે કે કોઈ જાહેર સ્થળે મળી જાય અને ત્યાં બેઠાં હાથ ફેલાવે..
વિચારો ત્યારે એ દરિદ્ર નારાયણ સામે મોં સુધ્ધા ફેરવતા નથી. અને જો એ ઉપર મુજબ બહાર તરી આવે તો આનંદ થાય.
બીજુ એ કે જ્યારે તેમની પાસે રાષ્ટ્રધ્વજ લીધો અને તેનુ મૂલ્ય આપ્યું ત્યારે બાકીના છુટા રૂપિયા આપવા માટે આ ભાઈ કહે છે ..  જરા આ ત્રિરંગા ને પકડશો. હું આને નીચે મુકી એનુ અપમાન ન કરી શકુ .. સાંભળતા જ થયું .. વાહ ! માં ભારતી ના લાલ ફરી ફરી સલામ છે તારા વિચાર ને ..
આ પ્રકારના વર્તનથી ભારત માં ને પણ ગર્વ થાય એ સપૂતો પર‌.
મિત્રો, છેલ્લે એટલું જ કહેવાનું કે,એ ત્રિરંગા ને ક્યાંય અસન્માનીય સ્થિતિ માં છોડી ન દેતાં એને સાચવીને રાખજો એજ.
જય હિંદ 🇮🇳

Comments

  1. Replies
    1. મારા વિચારો માટે સમય પસાર કરવા બદલ .. આભાર !

      Delete
    2. આભાર !
      By the way .. what's your good name ?

      Delete

Post a Comment

Thanks for your comment .

Popular posts from this blog

સૌભાગ્ય ભારતીયતા નું .. 🇮🇳