ગુજરાતના ભુજ થી 10 કી.મી. અંદાજે 20 મિનીટ જેટલા સમયમાં ભુજોડી પહોંચી શકાય .. અને ત્યાં આવેલ * વંદેમાતરમ્ મેમોરિયલ * અદભુત ! સ્થળ .. અહીં આવી જાણવા મલ્યું કે, આ જગ્યા કોઈ ગુજરાતના જૈન બંધુની છે અને તેઓશ્રીએ સૂકી-ભંઠ જગ્યા માંથી હરિયાળું સ્વર્ગ બનાવ્યું. વાત જાણે એમ છે કે, 2001 માં ભૂકંપ આવેલ તેમાં તેમનાં માતૃશ્રી નું નિધન થયું, અને તેઓએ મનોમન નક્કી કર્યું કે, આ કુદરતી આફત સામે લડવા માટે નો એક જ રસ્તો છે અને એ પોતાના દેશવાસીઓ ને ફરી રોજીરોટી મળે તે માટે નો સ્રોત .. એ માટે અહીં મનોરંજન સહિત જેમાં સરસ હરિયાળા બગીચા, જુદી જુદી પ્રતિમા ઓ અને ભારત ના આઝાદી ના લડવૈયાઓએ દેખાદેલ ત્યાગ ,બલિદાન,સમર્પણ, હિંમત નું પ્રતીત કરતું ચલચિત્ર .. સુંદર ..! સાથોસાથ અહીં ના સ્થાનિક કારીગરો ને નિ:શુલ્ક રાખી તેમને જીવન જરૂરી ચીજવસ્તુઓ આપી તેમની કલા ને ખીલવવાનો પ્રયાસ કર્યો .. તૈયાર થયેલી વસ્તુઓ પર્યટકોને વેચી તેઓ રોજીરોટી મેળવે એવી અવિસ્મરણીય વિચાર .. દાદ દેવી પડે હોં !
Comments
Post a Comment
Thanks for your comment .