વિશ્વાસ - THE BOND OF LIFE

થોડા દિવસ પહેલાં બચ્ચન સાહેબે સરસ ટ્વીટ કરી હતી, વિશ્વાસ પર .. (હું બચ્ચન પરિવાર ના વિચારો થી પ્રભાવિત છું .. એમના પિતા શ્રી હરિવંશરાય બચ્ચન નામાંકિત કવિ હતાં.. એટલે અમિતાભ બચ્ચન ના વિચારો પણ જ રસપ્રદ હોય )

*विश्वास*
" 'विश्वास' एक छोटा 'शब्द' है;
उसको पढ़ने में तो एक सेकंड लगता है;
सोचो तो एक मिनट लगता है;
समझो तो दिन लगता है;
पर साबित करने में ज़िन्दगी बीत
जाती है .. "

આમ કહુ તો , હાલ તો સીઝન છે મોટા મોટા નેતાઓ વર્ષે દહાડે ચુંટણી ટાણે જ તો આવે છે, ખબર અંતર પૂછવા .. જનતા ને  વિશ્વાસ માં લેવા.
કેવો સરસ શબ્દ છે .. "વિશ્વાસ".
એકદમ કોમળ , નિ:શ્વાર્થ , દરિદ્ર અને આ શબ્દને હમેંશા કત્લેઆમ કરવા તૈયાર હોય છે.. છેતરપિંડી , દગો - બનાવટ , ઈર્ષા જેવી ભાવનાઓ.. એવું સાંભળેલું કે
" विश्वास पे तो कायम है ये पुरी दुनिया "
પૃથ્વી પર મનુષ્ય એ ગજબ પ્રાણી છે .. બધાની લાગણી અલગ , ગુણ અલગ , સ્થિતિ અલગ , પરિસ્થિતિ અલગ અને આ તમામ માંથી રચાય છે, માણસ નો સ્વભાવ !
સમય દિવસે ને દિવસે બદલાઈ રહ્યો છે . કોના પર વિશ્વાસ કરવો  પણ વિચારવું રહ્યું . વિશ્વાસ થી જીતેલો એ નેતા જ્યારે ખુરશી પર બેસે છે ત્યારે તે ભાન ભૂલી જાય છે અને જનતા પણ કેટલી ભોળી કે એ દગબજની વાતો માય આવી જાય .. (આ કોઈનો વિરોધ કે કોઈની તરફેણ નથી પણ હકીકત છે)
"TRUST IS FIRST STEP TO LOVE"
કુદરતે રચેલી માય જલ માં ભાત-ભાત ના લોકો હોય છે.  એક સમી સાંજે નદીના કિનારે કોઈ સંત બેથતા, ત્યાં બેઠા બેઠા મનોમંથન કરતા હતા. અને ત્યાં જ એમની નજર કિનારે પાણી માં તણાતા વીંછી પર પડી, પહેલાં થોડું વિચાર્યું પણ ઝાઝો સમય નહોતો ,વીંછી નો જીવ જોખમ માં હતો તરત જ સંતે હાથ લંબાવ્યો ને વીંછી ને પાણી માંથી બહાર કાઢ્યો ને જમીન પર લાવ્યા અને ત્યાં જ તો વીંછી એ સંત ને ડંખ માર્યો... ક્યારેક હાથ પકડીને બહાર લાવનાર ને જ ધક્કો મારી ખાડા માં નાખવા વાળા લોકો પણ હોય છે .. સંતે ઝડપથી માટી થી ઝખમ ભર્યો, થોડી જ વાર માં  એ વીંછી ફરીથી પાણીમાં તણાવવાનું નાટક કરવા લાગ્યો .. સંતે ફરીથી વીંછી ને બહાર કાઢ્યો .. ફરીથી ડંખ માર્યો ... સંતની સ્થિતિ પણ અસહ્ય બની રહી.. વીંછી ને મઝા આવી.. ત્રીજી વાર આજ ઘટનાનું પુનરાવર્તન થયું.. સંતે ફરીથી ક્રમ જાળવ્યો.. ત્રણ ત્રણ વાર આમ થયા બાદ વીંછી એ પૂછ્યું શા માટે આમ સત્કર્મ ?
સંતે શાંત સ્મિત સાથે જવાબ આપ્યો મારું કામ બીજા માટે જીવવાનું છે , બીજાને નવજીવન આપવાનું.. બીજાના હિત માટે કરવાનું નહીં કે કુકર્મ .
ધન્ય છે ! આ સંતો ને .. આજે પણ આ મનુષ્યરૂપી સંતો આપણી આસપાસ રહી પવિત્રતા ફેલાવતા હોય છે ..
અંતે એટલું જ કે "વિશ્વાસ છે તો સનેહરૂપી શ્વાસ છે".

(આ વિચારો કાગળ પર બે - ત્રણ દિવસ થી હતા ..  ડીજીટલ સ્વરૂપ માં આજે જ જન્મ લીધો.. કદાચ આ જ સાચો સમય હશે.)

Comments

Popular posts from this blog

સૌભાગ્ય ભારતીયતા નું .. 🇮🇳