आज से एक नई शुरुआत .. (Explain my thoughts) दुनिया गोल है, यह हम अच्छी तरह जानते है । और यह हमे महसूस करने कि जरूरत नहीं है ... अहसास नही है, पर उसकी जरूरत नहीं । 16th October 2019
Posts
Showing posts from 2019
સૌભાગ્ય ભારતીયતા નું .. 🇮🇳
- Get link
- X
- Other Apps

જીવન માં First Day .. First Show .. 🎞 નો અનુભવ નથી, અને એનો કોઈ રંજ પણ નથી. પણ હા ! First Time .. Earliest Voter .. 👆🏼 બનવાનું ગૌરવ જરુર છે. ભારત જેવા દુનિયા ના સૌથી મોટા લોકશાહી દેશના નાગરિક તરીકે મેં મારી ફરજ પૂરી કરી.. આપણે સૌ નસીબદાર છીએ કે આપણી સરકાર , આપણું હિત , આપણો વિકાસ આપણે પોતે નક્કી કરીએ છીએ. આજ આપણો સૌથી મોટો હક છે. સાઉદી અરેબિયા, ચીન, દક્ષિણ કોરિયા (સામ્યવાદી,લોકશાહી હિન) દેશોની તો વાત જ ક્યાં કરવી .. કે જ્યાં લોકો પોતાનું ધાર્યું કરવું તો ઠીક , પણ મુકતમને વિચારી પણ નથી શકતા .. પૃથ્વી પર સ્વર્ગ ની વાત કરીએ તો લોકશાહી દેશ માં રહેવું એ સ્વર્ગ થી ઓછું નથી. × મત પક્ષ જોઈને નહિ.. ઉમેદવાર જોઈને કરવો.. એ સિધ્ધાંત પર કર્યું પ્રથમ મતદાન 👆🏼. અને બીજી વાત એ કે.. #अपना Time आयेगा એમ નહીં પણ #अपना ही Time है .. જય હિંદ 👊🏼 🇮🇳 #MyFirstVoteForNation #PowerOf18 #NationFirstVotingMust #VoteForIndia #DeshKaMahaTyohar #Go4Vote #LokSabhaElection2019 #YourVoteMatters #MyVoteMatters #PowerOfMyVote #GoOutAndVote #MyVoteMyRight ...
વિશ્વાસ - THE BOND OF LIFE
- Get link
- X
- Other Apps
થોડા દિવસ પહેલાં બચ્ચન સાહેબે સરસ ટ્વીટ કરી હતી, વિશ્વાસ પર .. (હું બચ્ચન પરિવાર ના વિચારો થી પ્રભાવિત છું .. એમના પિતા શ્રી હરિવંશરાય બચ્ચન નામાંકિત કવિ હતાં.. એટલે અમિતાભ બચ્ચન ના વિચારો પણ જ રસપ્રદ હોય ) *विश्वास* " 'विश्वास' एक छोटा 'शब्द' है; उसको पढ़ने में तो एक सेकंड लगता है; सोचो तो एक मिनट लगता है; समझो तो दिन लगता है; पर साबित करने में ज़िन्दगी बीत जाती है .. " આમ કહુ તો , હાલ તો સીઝન છે મોટા મોટા નેતાઓ વર્ષે દહાડે ચુંટણી ટાણે જ તો આવે છે, ખબર અંતર પૂછવા .. જનતા ને વિશ્વાસ માં લેવા. કેવો સરસ શબ્દ છે .. "વિશ્વાસ". એકદમ કોમળ , નિ:શ્વાર્થ , દરિદ્ર અને આ શબ્દને હમેંશા કત્લેઆમ કરવા તૈયાર હોય છે.. છેતરપિંડી , દગો - બનાવટ , ઈર્ષા જેવી ભાવનાઓ.. એવું સાંભળેલું કે " विश्वास पे तो कायम है ये पुरी दुनिया " પૃથ્વી પર મનુષ્ય એ ગજબ પ્રાણી છે .. બધાની લાગણી અલગ , ગુણ અલગ , સ્થિતિ અલગ , પરિસ્થિતિ અલગ અને આ તમામ માંથી રચાય છે, માણસ નો સ્વભાવ ! સમય દિવસે ને દિવસે બદલાઈ રહ્યો છે . કોના પર વિશ્વાસ કરવો પણ વિચારવું રહ્યું . વિશ્વાસ થી...
એક પત્ર ચકીબેન ને !
- Get link
- X
- Other Apps
આજે ૨૦ માર્ચ .. સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિન તરીકે ઉજવાતો દિન. આજે થયું કે લાવ એક પત્ર લખું .. હા ચકીબેન ને. પ્રિય ચકલીબેન, 🐤 કેમ છો ? મઝામાં હશો ? આજે તમારો જ દિન છે ! કેમ ભુલાય .. આમ તો રોજ મળી એ છીએ. મને સારી રીતે ખબર છે, સવારે હું નાહીને બહાર આવું છું ત્યારે તમે એ રૂમાલ ભરાવવાના તાર પર ઝૂલતા હોવ છો. ત્યારે મને હંમેશા એમ પણ લાગે કે, આમ સવારે આપણે Good Morning કહીએ એમ તમે મને શુભકામના પાઠવતા હોય એવું જ અને હા ! નવાઈ તો ત્યારે લાગે કે, જ્યારે હું રૂમાલ તાર પર સુકવું તો તમને સહેજ બી ડર નહીં અને આમ બિન્દાસ🐥 તાર પર બેઠા હોવ.. આખો તાર ડામાડોળ પણ તમે તો જાણે નાના બાળકને રમાડતા હોઈએ એટલે જરાક હવામાં ઉછળીએ અને જે સ્મિત🙂 આપે તમારુંય એવું જ પૂરો વિશ્વાસ .. હા, એટલે ક્યારેક તમે ઊડી પણ જાઓ છો.🍃 પણ ગમે છે ત્યારે તમને નિહાળવા. તમારું રૂપ,દેખાવ, હાવ- ભાવ બધું જ .. પક્ષીઓ તો ઘણા બધા છે,જે માનવ સમાજ ની આસપાસ રહે છે પણ એમાં તમે ઘણા અલગ છો .. મતલબ તમે એક દમ પારદર્શક છો. જેવા દેખાવ છો,એવા જ તમારા ગુણ. કોઇના વિશે ખરાબ કે મન દુભાય એવું કંઈ કેવું નથી પણ એક વાર બનેલી ઘટના કહુ તો, મારે એક ...
- Get link
- X
- Other Apps

देश से है प्यार तो , हर पल ये कहेना चाहिए .. मैं रहूं या न रहूं भारत ये रहेना चाहिए। 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 ૨૬મી જાન્યુઆરી કે ૧૫ ઓગસ્ટ આવે છે.. એટલે એવું ન સમજવું કે ત્યારે જ લોકો રાષ્ટ્રપ્રેમી હોય.. આતો તહેવાર છે,એ દેશભક્તિ ને જીવંત રાખવાનો , આ તો અવસર છે એ વીરો અને મહાનુભાવોને ફરી યાદ કરવાનો , આ તો પ્રસંગ છે એ ભારત ભૂ ની ગાથા ગાવાનો ... અને ગૌરવવંતા ઇતિહાસને જાણી ગર્વ અનુભવવનો. તમે પણ પ્રતિદિન ઘણા વ્યક્તિને જોતાં હશો જે ઉપર મુજબ દેશભક્તિ નું વહન કરતાં હશે , એમને જોઇ આનંદ થાય છે, એ ત્રિરંગ જોઇ મનોમન ઝનૂન પણ પેદા થાય એ સ્વાભાવિક છે. દર્શાવેલ વ્યક્તિ ના વિચાર અને કામને સલામ છે સાહેબ ! ભલે એની પાછળ નુ કારણ કંઇક ઓર છે. પણ જરા આ જ વ્યક્તિને જુદી રીતે વિચારીએ તો .. આપણાં દૈનિક જીવનમાં આપણે ઘણાંને મળતાં તેમજ જોતા હોઈએ જે આ જ રીતે શારિરીક અપંગ હોય છે. જે મંદિરે-મસ્જિદે કે કોઈ જાહેર સ્થળે મળી જાય અને ત્યાં બેઠાં હાથ ફેલાવે.. વિચારો ત્યારે એ દરિદ્ર નારાયણ સામે મોં સુધ્ધા ફેરવતા નથી. અને જો એ ઉપર મુજબ બહાર તરી આવે તો આનંદ થાય. બીજુ એ કે જ્યારે તેમની પાસે રાષ્ટ્રધ્વજ લીધો અને તેનુ મ...